પાલનપુરમાં નકલી સોનુ વેચવા આવેલ ઈસમ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિને સાર્થક ઠેરવતી ઘટનામાં નકલી સોનું વેચવા આવેલો ગઠિયો ઝડપાયો હતો. પાલનપુરમાં એક ભેજાબાજ ગઠિયો ચાંદી પર સોનાનો વરખ ચડાવી નકલી સોનુ વેચવા આવ્યો હતો. જોકે, હોલમાર્ક સેન્ટરમાં ચેક કરતાં ઈસમની પોલ ખુલી ગઈ હતી.
એક વેપારીની સતર્કતાથી આ ગઠિયો ઝડપાઇ ગયો હતો. વેપારી દ્વારા ઈસમને ઝડપી પાડી પાલનપુર પોલીસના હવાલે કરાયો હતો. પાલનપુર પોલીસ દ્વારા ઈસમની અટકાયત કરી વધું તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.