ડીસા પંથકમાં દિવસભર ઝરમર બાદ સાંજના સુમારે વરસાદનાં ભારે ઝાપટાં

બનાસકાંઠા
vadaval
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : ગુજરાત રાજ્ય પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં છૂટોછવાયો મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે શરદી બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓને લઇ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે. ભારે બફારા અને ઉકળાટથી પીડાતી પ્રજાને વરસાદી માહોલને લઇ ઢાઢક વળી છે હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે બંગાળની ખાડી માં વરસાદની બીજી સિસ્ટમ પણ સક્રિય થતા આગામી સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે ડીસા પંથકમાં પણ દિવસભર ઝરમર વરસાદ સાંજના સુમારે અચાનક કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદનુ જોરદાર ઝાપટુ પડયુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.