અંબાજી મંદિરના દરવાજા ૧૨ દિવસ સુધી બંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : કોરોના મહામારીને લઇ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. જેના કારણે અંબાજી મંદિર પણ મેળાના ૪ દિવસ પહેલાથી એટલે કે આજથી (૨૪ ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ વખતે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૩૦૦ વર્ષની પદયાત્રાની પરંપરા તુટશે. પણ હાલ કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવીઓએ પણ આવકાર્યો હતો અને આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી ૨૭ મી ઓગસ્ટથી યોજાનાર ભાદરવી પૂનમનો મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આજથી ૨૪ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા ૧૪૦૦ જેટલા નોધાયેલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તાઈયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી શાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરતા ભાદરવી પૂનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યાં હતા. આ તમામ ધજા જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકોને ઘરબેઠા દર્શન નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.