બનાસકાંઠામાં કોરોના બેકાબુ : વધુ ૨૪ પોઝિટીવ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ બનતો જાય છે. જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના નવા ૨૪ કેસ નોંધાયા હતા. જેમાં પાલનપુર ૮, ડીસા ૧, લાખણી ૧, ધાનેરા ૨, વાવ ૧, દિયોદર ૩, ભાભર ૫, થરાદ ૧, દાંતા ૧, અમીરગઢ ૧, પોઝીટીવ કેસ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૬૨ એ પહોંચી ગઈ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં બેકાબુ બનેલો કોરોના ઝડપભેેેર પ્રસરી રહ્યો છે. જ્યાં સોમવારે કોરોના પોઝિટિવના નવા ૨૪ કેસ નોંધાયા હતા. જેમાં જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ૮, વેપારી મથક ડીસામાં ૧, લાખણી ૧, ધાનેરા ૨, વાવ ૧, દિયોદર ૩, ભાભર ૫, થરાદ ૧, દાંતા ૧, અમીરગઢ ૧, પોઝીટીવ કેસ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૬૨ એ પહોંચી ગઈ છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોઝિટિવ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન, પાલનપુર શહેરમાં કોરોનાના દર્દીઓના આંકડા જાહેર કરવામાં ન આવતાં હોઈ પાલનપુર નગરપાલિકાના ભાજપના સદસ્ય અને પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોષીએ આ અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.