પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા મુલત્વી રાખવા કોંગ્રેસની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે આજે ૩૧મી જુલાઈએ યોજાનાર પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા મુલત્વી રાખવાની માંગ વિપક્ષ કાૅંગ્રેસે કરી છે. કોરોનાના કહેર વચ્ચે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ની સાધારણ સભા આજે ૩૧મી જુલાઈએ બપોરે ૧૨ઃ૩૦ વાગે યોજાનાર છે. જે સાધારણ સભા મુલત્વી રાખવાની માંગ પાલનપુર શહેર કોંગ્રેસે કરી છે. પાલનપુર શહેર કોંગ્રેસે જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆત મુજબ, કોરોના મહામારીનો વાયરસ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. ત્યારે સાધારણ સભામાં નગર પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ભેગા થાય તો કોરોના વાયરસનો ભોગ બનવાની પુરી સંભાવના હોવાનું જણાવી આ સાધારણ સભા બંધ રાખવાનો હુકમ કરવા કલેકટરને વિનંતી કરાઈ છે. આમ, એકબાજુ ભાજપી નગરસેવકે સાધારણ સભાનો બહિષ્કાર કરવાની કરેલી જાહેરાત બાદ વિપક્ષ કાૅંગ્રેસે પણ સભા મુલત્વી રાખવાની માંગ કરી છે. ત્યારે યોજાનાર સાધારણ સભા સામે નગરજનોની મીટ મંડાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.