ડીસામાં અમન પાર્કના બંધ મકાનમાં ઘરફોડ ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા, રાજપુર : લોકડાઉનના કારણે લોકો આર્થિક ભીંસ વેઠી રહ્યાં છે ત્યારે ગુનેગાર ટોળકી પણ હાથ અજમાવવા લાગી છે જેના એક વધુ બનાવમાં ડીસાની અમનપાર્ક સોસાયટીના એક બન્ધ મકાનમાં ઘર ફોડ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના અમનપાર્કમાં રહેતા નદીમભાઈ યુસુફભાઈ મેમણ તેમની ભાભીને લઈ પરિવાર સાથે પાટણ દવાખાને ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખોનો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે તેઓ બુધવારે પાટણથી ઘરે પરત ફર્યા હતા તે દરમિયાન મકાનનો દરવાજો ખુલ્લો હતો અને તેનું તાળું પણ તૂટેલું હતું. જ્યારે સરસમાન વેરવિખેર પડ્યો હતો તેથી તેમને ચોરી થયાનું માલુમ પડતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી આ બાબતે નદીમભાઈએ ૩ લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ૨૦ લાખના મુદામાલની ચોરોની ફરિયાદ નોંધાવી હતી. લોકડાઉનની ભીંસ વચ્ચે ચોરીના બનાવથી ફફડી ઉઠેલા સ્થાનિક રહીશોએ રાત્રી પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.