બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક સ્થળોએ સાંબેલાધાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે. જિલ્લાની મહત્વની નદીઓ તેમજ નાના નાના વ્હોળા પાણી વહેવાથી સજીવન થઈ ઉઠ્‌યા છે. જ્યાં રવિવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં પુરા થતાં ૩૪ કલાક દરમિયાન સૌથી વધારે વડગામમાં ૬.૯૬, પાલનપુર ૬.૪, ભાભર ૬.૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના સરવણીયા વરસ્યા બાદ હવે ભાદરવા માસમાં જાણે ચોમાસું જામ્યું છે. જ્યાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. અને શનિવાર દિવસ, રાત્રી અને રવિવાર બપોર સુધીમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડતાં આ સ્થળો બેટમાં ફેરવાયા છે. સર્વત્ર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે.
જિલ્લાની મહત્વની બનાસનદી, બાલારામ નદી, ઉમરદશી નદીઓ તેમજ નાના નાના વ્હોળા પાણી વહેવાથી સજીવન થઈ ઉઠ્‌યા છે. જ્યાં રવિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં સૌથી વધારે વડગામમાં ૬.૯૬, પાલનપુર ૬.૪, ભાભર ૬.૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા કીર્તિસ્તભ, સીટીલાઈટ, ગણેશપુરા, મફતપુરા, સિવિલ હોસ્પિટલ, ગણેશપુરા,આંબાવાડી તેમજ હાઇવે સ્થિત ચાણક્યપુરી, ચંદ્રલોક, વૃંદાવન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.   અમદાવાદ હાઇવે ઉપર બનાવેલા પુલ નજીકના અન્ડર પાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આબુ હાઇવે ઉપર સાંઈ બાબા મંદિર પાસે પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત પાલનપુર અંબાજી હાઇવે ઉપર દાનાપુર નજીક હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયા પાસે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.