પાલનપુરમાં કલબ જમીન વિવાદ મામલે હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબનો જમીન વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે ત્યાં રહેતા પરિવારો પર હુમલો કરી ચારેક મકાનો તોડી પડયા હતા. જેમાં બે લોકો ઘાયલ પણ થયા હતા. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા.
પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબની જમીનનો વિવાદ કોર્ટ મા ચાલે છે. ૭૦ થી વધુ વર્ષથી વિવાદિત જગ્યા પર પરિવારો રહે છે. જેઓનો સિત્તેર વર્ષનો આ જગ્યા પર ભોગવટો છે. ત્યારે આજે ક્લબના સમર્થનમાં આવેલા કેટલાક લોકોએ આ પરિવારો પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ પણ થયા હતા. જોકે પરિવારના કેટલાક લોકો ઘરમાં સુતા હતા ત્યારે જ જેસીબી વડે ચાર જેટલા ઘર તોડી પડાયા હતા. સરેઆમ ગુંડાગર્દીની ઘટના પાલનપુરમાં બની હતી. છતાં પણ પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હોવાનો આક્ષેપ પીડિત પરિવારો કરી રહ્યા છે. પાલનપુર ક્લબની આ વિવાદિત જગ્યામાં કોઈપણ નોટિસ વગર જેસીબીથી ઘર તોડી હુમલો કરી કાયદો હાથમાં લેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.