‘રખેવાળ’ની પડદા પાછળના કોરોના વોરીયર્સને આજની સલામ
રખેવાળ ન્યુઝ ડીસા
ભારત સહીત સમગ્ર વિશ્વ આજે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીએ ખાસ કરીને લોક માનસમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. જેના કારણે એક સમયે અણગમાનો ભોગ બનેલા અને આજે કોરોના સામે ફ્રન્ટ ફુટમાં લડતો તબીબ સહીતનો આરોગ્ય સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઈ કામદારો કોરોના વોરીયર્સ રૂપે પૂજાય છે. અને તેમના ઉપર પુષ્પવર્ષા થાય છે જે આવકાર્ય છે. પરંતુ કોરોના સામે અન્ય સરકારી વિભાગો જેવા કે રેવન્યુ વિભાગ, નગરપાલિકા, ખેતી અને પશુપાલન વિભાગ, બેંક વગેરેના વહીવટી અધિકારીઓ પણ પડદા પાછળ ‘રાઉન્ડ ધી કલોક’ ર૪ કલાક ફરજ બજાવે છે જેઓ મહામારીને નાથવા સરકાર તરફથી સમયાંતર અપાતા આદેશો અને સૂચનોનું અમલીકરણ કરાવવા સતત પ્રયત્નશિલ રહે છે. પરંતુ આવા નાના-મોટા અધિકારીઓ અને કર્મચારીઓ કદાચ ક્યાંય જાણી જાઈને ભુલાવી દેવાયા છે. પણ કોરોનાનો હંફાવવા તેમની મથામણ અને વહીવટી યોગદાન નજર અંદાજ કરી શકાય તેમ નથી ત્યારે લોકોને રાશન પુરવઠો, સ્થળાંતર, પાસ-પરમીટ અને સરકારી કામોને મંજૂરી સહીતના કામોને આખરી ઓપ આપતા આ પડદા પાછળના કોરોના વોરીયર્સને પણ ‘રખેવાળ’ અંતઃકરણથી બિરદાવી સેલ્યુટ કરે છે.