ડીસાના જીઆઈડીસી વિસ્તાર પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ઇન્ડ્‌સટ્રીયલ ઝોન રૂપે સતત વિકસતા જીઆઈડીસી વિસ્તારમાં પાયાની સુવિધાઓનો પણ સતત અભાવ જોવા મળી રહ્યો છે. નગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આજ દિન સુધી કોઈ જ સફાઈ કે ગટર બાબતે કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત મોડી રાત્રે અહીં સ્ટ્રીટ લાઈટોના અભાવે સતત અંધારું રહેતા સ્થાનિક વેપારીઓ પણ અવર જવરમાં ભય અનુભવી રહ્યા છે. જોકે સૌથી વિકટ સ્થિતિ ચોમાસા દરમિયાન બને છે. વરસાદી પાણીના નિકાલની પણ કોઈ ગટરો ના હોવાના કારણે સમગ્ર માર્ગો ઉપર ગંદા પાણી ભરાઈ જવાની સ્થિતિ રોજિંદી બની જાય છે. ચારે તરફ પાણી પાણી થઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારી ઓ પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જેથી અહીંની હાલત કફોડી બને છે. સમગ્ર રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા જીઆઈડીસી આવતા વાહનો અનેકવાર અહીં ફસાઈ જાય છે. આ ઉપરાંત અહીંથી ઢુવા ગામથી પાલનપુર તરફ જવાનો ટૂંકો માર્ગ હોઈ દિવસ દરમિયાન વાહનોની અવર જવર પણ વધારે રહે છે તેઓ પણ વરસાદી પાણીના કારણે હેરાન થઈ રહ્યા છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં એક અંદાજ મુજબ ૧૫૦ થી ૨૦૦ ઇન્ડસ્ટ્રીયલ એકમો ધમધમે છે અને તમામ એકમો પાલિકાના વિવિધ વેરા પણ નિયમિત ભરપાઈ કરે છે તેમ છતાં પણ પાલિકા પાયાની સવલતો જેવી કે ગટર, સફાઈ પુરી પાડવામાં ઉણી ઉતરે છે. જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે શિવ શંકર બેકરીના પ્રોપરાઈટર બબલુભાઈએ જણાવ્યું હતું કે દર ચોમાસા દરમિયાન અમારી ફેકટરી આગળ જ વરસાદી પાણી ભરાઈ જતા અમારે પોતાને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડે છે. વળી અહીં સર્કલ પણ આવેલું હોઈ દિવસ દરમિયાન સતત વાહનોથી આ માર્ગ ધમધમતો રહે છે. જેના લીધે પારાવાર કિચડ અને ગંદકી સર્જાય છે. સતત રોગચાળો ફેલાય તેવી બદતર સ્થિતિ આ વિસ્તારની છે સમગ્ર જીઆઈડીસીના વેપારીઓ દ્વારા અવાર નવાર આ બાબતે પાલિકા લેવલે લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં પણ આજદિન સુધી આ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી નથી. અમે નિયમિત વેરા સહિતના ટેક્સ પણ ભરીએ છીએ તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. એક તરફ સમગ્ર દેશ જ્યારે આર્ત્મનિભર બનવા તરફ અગ્રેસર થઈ વિકાસની દિશામાં દોટ મૂકી છે ત્યારે જીઆઈડીસી વિસ્તારની હાલત પ્રાથમિક સુવિધાના અભાવે દારુણ બની રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.