થરાદ ખાતે સાંસદ પરબતભાઇ પટેલના 75માં જન્મદિવસ પર રજતતૂલા તેમજ રક્તતૂલા યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે થરાદ ગાયત્રી હાઇસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના 75માં જન્મદિવસની ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. થરાદ તાલુકા પાંચ પરગણા આંજણા પટેલ સમાજ દ્વારા સમાજ રત્ન પરબતભાઇ પટેલનો સમાજ પર રહેલા ઋણ ચુકવવાના ઉમદા હેતુએ સમાજ દ્વારા રંગારંગનો યાદગાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સમાજ દ્વારા આજરોજ આ કાર્યક્રમમાં પરબતભાઇને એમના વજન બરાબર ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ રજતતૂલામાં આવેલા ચાંદીનો ઉપયોગ સમાજના શિક્ષણ માટે કરવામાં આવશે. પરબતભાઇ પટેલના જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે છેલ્લા આઠેક દિવસથી અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.


જે પૈકી ગઈ કાલે રક્તદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં થરાદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત 1200 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આજ રોજ એ રક્તની પણ તૂલા કરવામાં આવી હતી અને એ રક્ત પણ લોક સેવામાં અર્પણ કરવામાં આવ્યુ હતુ. આજના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં આમ જનતા તેમજ રાજકીય, સામાજિક અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.પરબતભાઇ પટેલ સન 1985થી રાજકીય ક્ષેત્રે સક્રિય થયા હતા. તેઓ એક સફળ નેતા તરીકે 40 વર્ષની સફળ રાજકીય કારકિર્દી બનાવી છે. આજના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં તેમની પાસે બેઠા તેમના પત્ની અજીબેન પટેલના હૈયામાં પણ હરખ સમાતો ન હતો. પોતાના પતિના 75મા જન્મદિવસની આવી માન સન્માનભરી ઉજવણીથી અજીબેન પણ બહુ રાજી થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.