![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/શિવધારા-વોટર-પાર્ક-રિસોર્ટમાં-hed.jpg)
શિવધારા વોટર પાર્ક રિસોર્ટમાં રાજસ્થાની યુવકનું ડૂબી જતાં મોત
રિસોર્ટ તરફથી કોઈ મદદ મળી ન હોવાના આક્ષેપો: પાલનપુરના મલાણા નજીક આવેલ શિવધારા વોટરપાર્ક રિસોર્ટની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં વોટરપાર્કમાં આવેલા રાજસ્થાની યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં રિસોર્ટ તરફથી કોઈ મદદ મળી ન હોવાના આક્ષેપો મૃતકના સ્નેહીજનોએ કર્યા હતા.
મલાણા શિવધારા વોટર પાર્ક રિસોર્ટમાં રાજસ્થાનના સાંચોરના 6 મિત્રો નાહવા આવ્યા હતા. જ્યાં પિયુષ જૈન નામના એક યુવકનું રિસોર્ટમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, રિસોર્ટમાં સુવિધા ઓના અભાવે યુવકનું મોત નિપજયુ હોવા સાથે રિસોર્ટ તરફથી કોઈ સહયોગ મળ્યો ન હોવાના આક્ષેપો મૃતક યુવકના પરિવારજનોએ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મામવાડા ગામનો યુવક પણ રિસોર્ટની બેદરકારીના કારણે મોત ને ભેટ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા લોકોની સલામતીને લઈને રિસોર્ટના સંચાલકોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે.