![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-198.jpg)
રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.