બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યું : દાંતામાં બે ઈંચ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. જ્યાં ગુરુવારે રાત્રે દાંતા પંથકમાં બે ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અન્યત્ર છુટા છવાયા ઝાપટાં પડ્યા હતા. દરમિયાન શુક્રવારે દિવસ દરમિયાન જુદા જુદા સ્થળે વરસાદી ઝાપટાં પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું જામ્યું છે. જ્યાં ભારે વરસાદની આગાહી વચ્ચે છુટા છવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુવારે રાત્રે દાંતા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ પડવાથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના મકાઈ સહિતના પાકો મુરજાઈ રહ્યા હતા. ત્યારે અણીના સમયે જ વરસાદ આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.