બનાસકાંઠાના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં દિવસભર ભારે ઉકલાટ અને બફારા બાદ સાંજના સુમારે જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ મંગળવાર ની સાંજે દાંતા અમીરગઢ પાલનપુર દાંતીવાડા ડીસા ભીલડી સહિત લાખણી તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજરી સાથે વરસાદ ની શરૂઆત થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે હજુ આગામી સમયમાં પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ ને લઇ આગામી ૭ અને ૮ જુલાઈ ના રોજ ભારે વરસાદ ની શક્યતાઓ રહેલી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધતાં સમગ્ર રાજ્ય માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.