પાલનપુર નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલતો વરસાદ
માત્ર 2 ઇંચ વરસાદમાં કીર્તિસ્થંભ વિસ્તારની દુકાનોમાં ભરાયા પાણી: પાલનપુર નગરપાલીકા દર વર્ષે પ્રિ- મોન્સૂન પ્લાનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ બે ઇંચ જેટલો વરસાદ પડતાં પાલનપુર શહેરમાં પાણી ભરાતા પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોકળતાનો પર્દાફાશ થઈ જવા પામ્યો હતો.
પાલનપુર શહેરના ઐતિહાસિક કીર્તિસ્તંભ કે જ્યાં સામાન્ય વરસાદમાં દર ચોમાસે ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે આજે પણ 2 ઇંચ જેટલા સામાન્ય વરસાદે પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી. કીર્તિ સ્થંભ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલના અભાવે આસપાસ ની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં વેપારીઓને નુકસાન થયું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી છે. જોકે વરસાદી પાણીના આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે, પાલિકાએ માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરી હોવાની રાવ ઉઠી છે.
Tags Banaskantha Palanpur rain