અંબાજી ને વરસાદે ધમરોળ્યું હાઇવે માર્ગ પાણી માં ગરકાવ વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ. મહેન્દ્ર અગ્રવાલ અંબાજી)

હવામાન વિભાગે જે રીતે બે દિવસ ભારે વરસાદ ની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે જેના પગલે યાત્રાધામ અંબાજીમાં ગઈકાલ થી વરસાદ વરસી રહ્યો છે ને આજે ફરી સતત બીજા દિવસે ગરમી ના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગઈ કાલે દાંતા ના અનેક વિસ્તારોમાં કારા પડ્યા હતા ત્યારે આજે અંબાજી પંથક માં કરા નો વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું છે બપોર બાદ એકાએક ટુટી પડેલા વરસાદના કારણે અંબાજી નો મુખ્ય હાઇવે માર્ગ પાણમાં ગરકાવ થયો હતો.

હાઇવે માર્ગ પર પાણી ભરાઈ જતા નાના મોટા અનેક વાહનચાલકો પરેશાન થયા હતા તો રાહદારીઓ એ પણ મુશ્કેલી નો સામનો કર્યો હતો ભરઉનાળે પડેલો આ કમોસમી વરસાદ ચોમાસા ના વરસાદ ને શરમાવે તેવો વરસાદ હતો હાઇવે પર ભરાયેલા પાણી થી અનેક વાહનો પણ ખોટવાયા હતા આજે અંબાજી માં ચોફેર વરસાદી પાણી જ પાણી જોવા મળ્યા હતા અને બજારો માં પાણી ની નદીઓ વહેતી જોવા મળી હતી.

ગઈકાલે પડેલા વરસાદ ના પગલે ખેડૂતો ના પાક આડા પડી જતા નુકશાની ની ભીતિ ખેડૂતો ને સતાવી રહી હતી ત્યાં આજે ફરી ભારે વરસાદ વરસતા ખેડૂતો ની ચિંતા બમણી થઇ છે હજી બે દિવસ થી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યાં ચાર દિવસ ની આગાહી છે જેમાં હજી બે દિવસ બાકી છે આ કમોસમી વરસાદ જે રીતે વરસી રહ્યો છે તે એક કુદરતી આફત જ કહી શકાય કુદરત કેમ નારાજ થયો છે તે મોટો પ્રશ્ન ખેડૂત નો તાત કરી રહ્યો છે ખેડૂતો ને મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે તો બીજી તરફ ભર આકળા ઉનાળે ચોમાસા ને શરમાવે તેવો કમોસમી વરસાદ ને તેમાં પણ કરા સાથે નો વરસાદ વરસતા વરસાદ જોઈ આચાર્ય ચકિત પામી રહ્યા છે.

દિવસભર ની ગરમી બાદ અંબાજી પંથક માં મોટા ભાગે બપોર બાદ જ વરસાદની શરૂઆત થતી હોય છે બે દિવસ થી આજ રીતે વરસાદ વરસી રહ્યો છે જ્યાં હજી વધુ બે દિવસ વરસાદની આગાહી નો માર લોકો સાથે ખેડૂતો એ સહન કરવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.