રાજ્યમાં 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાભરમાં સાડા 3 ઇંચ વરસાદ
રાજ્યમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઇ ગયું છે, રાજ્યના તમામ જીલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 138 તાલુકામાં વરસાદ ધબધબાટી બોલાવી હતી.
આપને જણાવી દઈએ કે વેરાવળમાં સાડા 4 ઈંચ, ભાભરમાં પોણા 4 ઈંચ, લાઠીમાં સાડા 3 ઈંચ, ધોરાજીમાં સવા 3 ઈંચ અને મહેમદાવાદમાં પોણા 3 ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું.
બનાસકાંઠામાં ખાબકેલા વરસાદનો આંકડો
- ભાભરમાં સાડા 3 ઇંચ
- દાંતામાં – 1 ઇંચ
- દિયોદરમાં -1 ઇંચ
- સુઇગામ – પોણા ઇંચ
- વડગામમાં પોણો ઇંચ
- કાંકરેજમાં 6 મીમી
- પાલનપુરમાં 4 મીમી
- ડીસામાં – 2 મીમી