પથ્થરોમાં પુરી દો પ્રાણ : અંબાજી ખાતે ‘શિલ્પોત્સવ’નો દબદબાભેર શુભારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર સંચાલિત બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સાપ્તિ) ખાતે તા. ૬ જૂનથી ૨૬ જૂન દરમ્યાન શિલ્પોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંહ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ શિલ્પોત્સવમાં ગુજરાત અને સમગ્ર દેશની નામાંકિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ઉભરતા શિલ્પકારો ભાગ લઈ રહ્યા છે. ભારતના અલગ અલગ રાજયોમાંથી ૨૦ જેટલાં શિલ્પકારો આ શિલ્પ સિમ્પોઝીયમમાં સામેલ થયા છે. તેઓ આ તાલીમ દરમિયાન થિયરી, ડ્રોઈંગ, સ્કેચિંગ, ડિઝાઇનિંગ સહિત
પથ્થરને કંડારવાની પ્રાથમિક અને ઉચ્ચસ્તરીય તાલીમ અહીં વિના મૂલ્યે મેળવશે. તેમજ તેમના માટે રહેવા- જમવાની અને શિલ્પ કંડારવાની તમામ સાધન સામગ્રી જરૂરિયાત પ્રમાણે સાપ્તિ અંબાજી દ્વારા પુરી પાડવામાં આવશે. શિલ્પોત્સવનો પ્રારંભ કરાવતા ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંહે તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા અને તેમના શિલ્પકળા અંગેના અનુભવો જાણ્યા હતા. તેમજ અંબાજીમાં આવેલ વિવિધ માઇનિંગમાં આધુનિક મશીનરી દ્વારા ચાલતા પથ્થર કારવિંગના કામને નિહાળવા અને શીખવા તેમણે અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આંનદ પટેલે તમામ શિલ્પકારોને અભિનંદન પાઠવી તેમની તાલીમ દરમિયાન નજીકના સ્થળો કુંભારીયા અને દેલવાડાના ડેરાની સ્થાપત્ય કલાનો અભ્યાસ કરવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.