ડીસામાં કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય જાગીદાર સમાજનું જાહેર સમર્થન

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઇ રબારીના સમર્થનમાં યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેલા રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર અને ભાજપ સામે માર્મિક ટકોરો સાથે પ્રહારો કર્યા હતા. જે પ્રસંગે પોતે જણાવતા કહ્યું હતું કે ખેડૂત ભાઈઓને ખબર હોય છે કે એન્જિન એટલે કે ટ્રેક્ટર ખેતરમાં ફસાય એટલે બીજુ ટ્રેક્ટર લગાવવું પડતું હોય છે તેમ ગુજરાતમાં ભાજપ સરકાર ફસાઈ છે એટલે ડબલ એન્જિનની સરકાર નું સુત્ર આપવું પડ્યું અને ભરોસાની સરકારના સૂત્ર મુદ્દે પણ ચાબખા મારતાં તેમણે જણાવ્યું કે ગામડાઓમાં એક કહેવત છે ભરોસાની ભેંસ પાડો જ આપે છે. જન્મે તોય પાડો અને મરે તોય પાડો એટલે કે ભરોસાની સરકારે પાડો આપ્યો છે. જેવી માર્મિક ટકોરો કરી હતી.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ગામોના સરપંચો, ડેલીગેટ અને આગવોનોએ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ડીસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીને જંગી બહુમતીથી જીતાડવાની ખાત્રી આપી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જતા કેટલાક લોકો મંત્રીપદ અને ટિકિટ લેવા માટે જતા હોય છે પરંતુ ગોવાભાઇને ભાજપે અનેક ઓફર કરી હોવા છતાં આજ સુધી તેઓ ડગ્યા નથી જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપના ખરીદવેચાણના સંઘે ખરીદી કરી દીધી છે પરંતુ તેઓ કોંગ્રેસમાં હીરો હતા અને ભાજપમાં ઝીરો થઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.