લોકસભા ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા લોકસંપર્ક હાથ ધરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભાજપ કાર્યકરો અને આગેવાનોને ત્યાં મહેમાનગતિ શરૂ કરી દીધી છે અને એક એક કાર્યકર્તાના ઘરે જઈ ભાજપે કરેલા વિકાસ કામોને લોકો સમક્ષ રજૂ કરી જીત અપાવવા અપીલ કરી રહ્યા છે.

બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવાર જાહેર કરતાજ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં આજે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ડીસામાં ભાજપ કાર્યકર્તાઓ અને અગ્રણીઓના ઘરે ઘરે જઈ મુલાકાત કરી હતી. ડીસાના મારુતિ પાર્ક ખાતે રહેતા અને નગરપાલીકામાં શાશક પક્ષના નેતા વાસુભાઈ મોઢ અને બનાસકાંઠા જિલ્લા યુવા  ભાજપ કોષાધ્યક્ષ હિતેશભાઈ મોઢના ઘરે જઈ મુલાકાત કરી હતી. તે સમયે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નરેશ દેસાઈ,પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી અલકેશ જોશી રમેશ ભાઈ દેસાઈ ,ડીસા શહેર યુવા ભાજપ પ્રમુખ આશિષ શાહ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી તમામ કાર્યકર્તાઓને ભાજપે કરેલા વિકાસના કામોથી જનતાને અવગત કરાવવા માટે અને આ જ વિકાસની રફતારને આગળ વધારવા માટે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી.ડીસા યુવા સંગઠને પણ તેમને જિલ્લામાં સૌથી વધુ લીડ આપવા માટેની બાહેધરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.