રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાલનપુર ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાલનપુર ખાતે જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રેલ્વેના અધિકારીશ્રીઓ દ્વારા એચ.આર.ઓ,સી.આર.ઓ તથા પથ્થરબાજી જેવી ઘટનાઓને રોકવા માટે લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રેલ્વે લાઇનની આજુબાજુ રહેતા લોકોને પોતાના પાલતુ પ્રાણીઓને રેલ્વે લાઇનથી દુર રાખવા અને અવર-જવર માટે રેલ્વે લાઇન ન ઓળંગવા તેમજ પોતાના બાળકોને રેલ્વે લાઇનથી દુર રાખવા અને રેલ્વે ટ્રેન પર પત્થર ન ફેંકવા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ સાથે રેલ્વે લાઇન ઓળંગવી, રેલ્વે લાઇન પર પાળતુ પ્રાણી લાવવા, રેલ્વે ટ્રેનો પર પથ્થર ફેંકવા વગેરે બનાવોના કિસ્સામાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કરવામાં આવતી કાયદેસરની કાર્યવાહી અંગે લોકોને માહિતી અપાઈ હતી.