દક્ષિણ પોલીસ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે સરકાર દ્વારા તેનાથી બચાવ માટે સોસીયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડ લાઈન પણ જારી કરવામાં આવી છે ત્યારે ડીસામાં સોસીયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો હોય તેવી ઘટના સામે આવી હતી જેમાં ડીસાના હીરા બજાર નજીક આવેલ નેશનલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ૯૯ રૂપિયાની ખરીદી કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી જોકે આ મોલમાં કોરોના વાયરસની મહામારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની ગાઈડ લાઈનનું ઉલ્લંધન કરાતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા નેશનલ એન્ટરપ્રાઇઝ દુકાન માલિકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.