જુનાડીસામાં ચાંદીપુરા વાયરસ અટકાયતી પગલાં ભરવા રજુઆત
હાલમાં આખા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામમાં ચાંદીપુરા બાબતે ગામ લોકોને જાગૃત કરવા,ગામમાં પાવડરનો છટકાવ કરી ચોમેર ફેલાયેલી ગંદકી અને કચરાના ઢગ હટાવવા, વિસ્તાર વાઈઝ સર્વે કરી બીમાર લોકોની સારવાર કરી ગામ લોકોને આ રોગચાળાથી બચાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પંચાયત પગલાં ભરે તે જરૂરી છે.નહીંતર ગામમાં ગંભીર રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ ? તેવો સવાલ ગામલોકો કરી રહ્યા છે. આ બાબતે સામાજિક કાર્યકર્તા નિશાંત ચાવડાએ તાલુકા આરોગ્ય અધિકારી, નાયબ કલેકટર,ડીસા અને ગ્રામ પંચાયતમાં લેખિત રજુઆત કરેલ છે.ત્યારે ગામે ગામ સર્વેક્ષણ અને સારવારનો દાવો કરતું તંત્ર સફાળું જાગે તેવો જનમત પ્રવર્તે છે.