પાંથાવાડા બેંક ઓફ બરોડામાં છેલ્લા એક વરસથી પ્રિન્ટર અને એટીએમ બંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા : પાંથાવાડા વિસ્તારમાં સૌથી વધુ ગ્રાહક ધરાવતી બેક ઓફ બરોડામાં એક વર્ષથી પ્રિન્ટર અને એટીએમ બંધ હોવાને કારણે ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. આજે બેન્ક બહાર પુરુષ સ્ત્રીઓ ભેગા થઈ હોબાળો કર્યો હતો. આજુબાજુના ગામમાંથી દરરોજ હજારો લોકો બેન્કના કામકાજ અંગે પાંથાવાડા આવતા હોય છે પંરતુ બેન્કમાં જ્યારે કર્મચારીઓ પાસે જાય છે પ્રિન્ટર બંધ છે. નેટ નથી તેવા ઉડાઉ જવા કર્મચારીઓ તરફથી મળતા હોય છે. છેલ્લા એક વર્ષથી ગ્રાહકો પાસબુકમાં એન્ટ્રી મેળવવા વળખા માર રહ્યા છે. પાસબુકમાં એન્ટ્રી ન થતાં ગામડાની અભણ પ્રજા બેક ની લેવડ દેવડ ખબર નથી પડતી તો પંરતુ કર્મચારીઓના મળતીયા પ્રિન્ટર ના કામકાજ અર્થ જાય છે ત્યારે સહેલાઈથી કામ થઈ જાય છે. આ અંગે બેકના ગ્રાહક દિનેશભાઈ ચૌહાણ જણાવ્યું કે છેલ્લા એક વરસથી અમે પાસબુકમાં એન્ટ્રી માટે આવીએ છીએ. પંરતુ બેક એક કર્મચારીઓ તરફથી એક જ જવાબ હોય છે પ્રિન્ટર ખરાબ છે.નેટવર્ક નથી. વિધાર્થી ભિલેચા કિરણ જણાવ્યું કે હંુ કેટલાય સમયથી એટીએમના ઉપયોગ માટે આવુ છૂ પંરતુ કા તો એટીએમનું શટર બંધ હતો નહીતર એટીએમ ડિસપ્લે પર એરર જ બતાવતુ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.