વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થરાદ પંથકને જિલ્લાનો દરજ્જાે આપશે !

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, વિધાનસભાની ચૂંટણી ક્ષિતિજે ડોકાઈ રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે ૩૧ ઓક્ટોબર.ને સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જિલ્લાની આખરી મુલાકાતે આવી રહ્યા છે.

જેમાં તેઓ થરાદને જિલ્લો જાહેર કરશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવી થરાદને નવો જિલ્લો બનાવવાના દસ્તાવેજાે- વિસ્તાર અને નામકરણ જેવી કામગીરીને આખરી ઓપ આપાઈ ગયો છે અને તમામ ફાઈલો દિલ્હી પહોંચી ગઈ છે.જેને લઈ બનાસવાસીઓમાં ખુશાલી છવાઈ છે. સરહદી થરાદથી જિલ્લા મુખ્યાલય પાલનપુરનું અંતર વધારે છે. વળી, થરાદ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને લઈ સંવેદનશીલ ગણાય છે.

જેથી થરાદને જિલ્લો જાહેર કરવા વર્ષોથી માંગ ઉઠે છે. રણ વિસ્તાર ધરાવતા થરાદ તાલુકામાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુરંદેશી દાખવી નપાણીયા થરાદ તાલુકામાં નર્મદાના નીર વહાવી સમગ્ર તાલુકાની કાયાપલટ કરી દીધી છે અને હવે જિલ્લો જાહેર કરી થરાદવાસીઓના વર્ષો જુના સપનાને પણ સાકાર કરશે. એ સિવાય તેઓ જિલ્લાના હેડક્વાટરથી લઇ અને તમામ કચેરીઓના ખાતમુહૂર્ત અને જળ ચંચય યોજના, થરાદમાં નવી જીઆઇડીસી અને કેન્દ્રીય વિદ્યાલયનું ભુમીપુજન પણ કરી બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસની કેડી પણ કંડારશે. જેથી વડાપ્રધાનના આગમનને લઈ બનાસવાસીઓમાં હરખની હેલી વરસી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.