તારંગડા ગામની પ્રાથમિક શાળા ના બાળકો નદી પાર કરી ભણવા માટે મજબુર

બનાસકાંઠા
બનાસકાંઠા

નદી માંથી પસાર થતા સમયે બાળકો ને દફતર માથે મૂકી ને પોતાના વાલીઓ સાથે શાળા માં શિક્ષણ મેળવવા માટે બન્યા મજબુર

દાંતા તાલુકા ના તારંગડા ગામ ની પ્રાથમિક શાળા ના બાળકો અને સ્ટાફ બંને તફ્લીક થી જુજી રહ્યા છે બાળકો ને શાળા માં આવવા માટે એક નદીમાં વહેતા પાણી ને પાર કરવી પડી રહી છે. બાળકો ને નદી પાર કરતી વખતે પોતાનું દફતર માથે મૂકી ને નદી પાર કરવી પડી રહી છે. આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે 2 બાળક તણાઈ જવાની ઘટના બની ચુકી છે તેમ છતાં સરકાર જાગતી નથી.

વાલીઓ પોતાના બાળકો ને શાળા માં નદી પાર કરાવી લેવા મુકવા જાય છે: વાલીઓ પોતાના બાળકો ને શિક્ષણ મેળવવા માટે નદી પાર કરી ને શાળા માં મુકવા જાય છે અને શાળા છૂટ્યા પછી પાછા લેવા માટે પણ જાય છે. આ શાળા ને પાણી તો તકલીફ આપી ને પાણી પાણી કરી જ રહ્યું છે. સાથે સાથે શિક્ષણ પણ તકલીફ આપી રહ્યું છે. અહીંયા બાળવાડી અને ધોરણ 5 સુધી ના વર્ગો છે. પરંતુ તેમાં પણ પૂરતા ઓરડા નથી જેના લીધે વર્ગો ના ઘટ ને લીધે પણ બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે વરસાદ હોય ત્યારે બે – ત્રણ વર્ગો ને ભેગા કરી ને બેસાડવામાં આવે છે.

નદી નો પ્રવાહ ઘણી વખત એટલો વધારે હોય છે કે 108 પણ પ્રવાહ ને ઝીલી નથી શકતી: અહીંયા સગર્ભા બેહનો ને પણ બહુ જ તકલીફ પડતી હોય છે કારણ કે આ નદી નો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ  108 પણ જીલી શક્તિ નથી. આ પાણી નો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળા ની વચ્ચે વેરી થઇ ને વહી રહ્યો છે જેને લઈને શાળા ના બાળકો ને શાળા માં જવાની ખુબ જ તકલિફ પડી રહી છે આ બાળકો ચોમાસા દરમ્યાન તો શાળા માં આવી જ શકતા નથી જેને લઈને ને ક્યાંક ને ક્યાંક બાળકો ના ભણતર ઉપર પણ અસર પડી રહી છે અગાઉ પણ અહીંયા 2 બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં છે  આ બાળકો ને  ભણતર માટે બહુ ઘર્ષણ કરવું પડી રહ્યું છે….


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.