ધાનેરામાં રાજકીય ગરમી વચ્ચે નગરપાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા  : ધાનેરા નગરપાલિકામાં બીજા ટર્મ માટે કલેકટર કચેરીએ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના જગલબેન ઠાકોર અને ભાજપ તરફથી ઇન્દુબેન જોશી જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી શંકરભાઈ પટેલ અને ભાજપ તરફ હીરાલાલ ઠક્કરે ઉમેદવારી નોંધાવી હતી પણ બહુમતી કોંગ્રેસના ઉમેદવાર જગલબેન ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના શંકરભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ૧૭ કોંગ્રેસ અને ૧૧ ભાજપના સદસ્યો જીતેલા છે. જેના કારણે બહુમતી કોંગ્રેસ સતા પર બીજા ટર્મ માટે યથાવત રહી છે.  નગરપાલિકાની ચૂંટણીને લઈ સમગ્ર શહેરમાં ભારે ગરમાવો છવાયો હતો. નાયબ કલકટરએ સોસીયલ ડિસ્ટન માસ્ક અને સમગ્ર ચૂંટણી પ્રકિયા વિડિઓ ગ્રાફી સાથે યોજી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરમાં વિકાસની વણઝાર ચાલુ રાખવાનો દાવો કર્યો અને ધાનેરા નગરને મોડલ નગર બનાવવાની વાત પર ભાર મુકતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.