ડીસા નજીકની ભોપાનગર રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આર ઓબી બનાવવાની મંજૂરી આપવામાં આવી
ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ કરવામાં આવનાર છે.
ડીસા નજીક આવેલ ભોપા નગર રેલ્વે ફાટક વાહન ચાલકો માટે માથા ના દુખાવા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિવિધ માધ્યમો દ્વારા તેના પર ઓવરબ્રીડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી જેને લઇ રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ કરી છે ડીસાના જાણીતા એડવોકેટ સુભાષભાઈ ઠક્કર દ્વારા રાજ્ય સરકારના પીજી પોર્ટલ ઉપર આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી જેને અનુસંધાને કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા તેઓને પત્ર લખી જાણ કરવામાં આવી હતી છે કે સરકાર ના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા સદર જગ્યાએ આર ઓબી બનાવવા માટે મંજુરી પ્રદાન કરેલ છે.
જે અન્વયે અત્રેના વિભાગ ધ્વારા ડીપીઆર બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપેલ છે. જેથી એજન્સી ધ્વારા જરૂરી ચકાસણી કરી ડીપીઆર સરકારશમાં રજુ કરેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ કરવામાં આવનાર છે ત્યારે ડીસા વાસીઓને ખાસ કરીને ડીસા પાટણ હાઈવે પર આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકોને વર્ષો જુની સમસ્યાનો અંત આવશે તેવો આશાવાદ જાગ્યો છે.
રેલ્વે ફાટક પર સરકાર દ્વારા ઝડપથી ઓવરબ્રિજ નું નિર્માણ કરે : આ અંગે ડીસાના એડવોકેટ સુભાષભાઈ ઠક્કરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ડીસાના જુનાડીસા અને ગોઢા નજીકની રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ નું નિર્માણ થાય તે માટે રજૂઆતો કરી હતી તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ડીસાના ભોપાલ નગર રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે તેથી ઝડપથી આ બ્રીજ નું નિર્માણ થાય તો જ લોકોને કાયમી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે.