ધાનેરા તાલુકાની દૂધ મંડળીઓ ઉપર કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા
ધાનેરા તાલુકાના ગામડામાં કોરોના વાઇરસ સામે સાવચેતી રહેવા માટે દૂધ મંડળીના મંત્રીઓ માસ્કને લઈ દૂધ ગ્રાહકોને સમજાવી રહ્યા છે અને જેની સામે દૂધ ગ્રાહકો પણ મંડળીએ આવતા સમય પોતાના મોઢા ઉપર પાઘડી કે માસ્ક બાંધતા હોય છે.
દિવાળી ના તહેવાર પછી હાલ લગ્ન સમારોહ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. જયારે ગામડામાં પણ લગ્નના અવસરો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. જાેકે ગામડામાં રહેતા ગ્રામજનોની અવર જવર અન્ય શહેરમાં ના થતી હોઈ ગામડાના લોકોથી કોરોના વાઇરસ પણ દૂર રહ્યો છે. ગામડામાં આવેલી દૂધ મંડળી પર રોજિંદા દૂધ ગ્રાહકો આવતા હોય છે. જેને લઈ ધાનેરા વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ દ્વારા તાલુકાની તમામ દૂધ મંડળી પર માસ્કનો ઉપયોગ થાય તેની સૂચના અપાઈ છે. જેને લઈ દૂધ મંડળી પર આવતા

ગ્રાહકો પણ કોરોના વાઇરસને લઈ માસ્ક લગાવી મંડળી પર આવી રહ્યા છે. તાલુકાની નેનાવા, ખાપરોલ, રવીયા સહિતની મંડળી પર મંત્રીઓ માસ્ક વિતરણ પણ કરી રહ્યા છે અને દૂધ મંડળીના મુખ્ય દરવાજા પર ઉભા રહી દૂધ મંડળીમાં પ્રવેશ લેતા પહેલા માસ્ક બાંધવા પર કડક સૂચના આપી રહ્યા છે. રવીયા દુધ મંડળીના મંત્રી સાગરભાઈ દેસાઈએ જણાવેલ કે માસ્ક લઈને જશો અને માસ્ક ફરીનેજ દૂધ ભરાવવા આવશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.