નવી ભીલડી નેશનલ હાઇવે ની ગટરોની પ્રિ-મોન્સુન ની કામગીરી કાગળ પર

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાય સમય થી ને.હાઇવે દ્વારા ગટરો ની સફાઈ ન થતાં લોકો માં આક્રોશ

ગટરો પર ઠાંકેલ ઠાંકણા તૂટેલા ફૂટેલા હોવાથી કેટલાય લોકો અને પશુઓ પડવાના બનાવ વારંવાર બની રહ્યા છે.

ડીસા તાલુકાના ભીલડી માં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ ની બને સાઇડ માં ગટરો બનાવવા માં આવેલ છે જે પ્રી મોન્સુન ની કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે પરંતુ ચોમાસુ અડધું પૂરું થવા આવ્યું છતાં કામગીરી માત્ર કાગળ પર જ સફાઈ ના થતાં ગટરો માં કચરો ભરતા વારંવાર ઉભરાતાં રોડ પર ગંદુ પાણી અને દુર્ગંધ થી વહેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને પ્રિ મોન્સૂનની કામગીરી ના કરાતા ગટરો કચરો ભરાઈ જવાથી ખદબદી રહી છે અને ગંદા ગટરોના પાણી રોડ ઉપર ફરી વળતા લોકો ને ગંદા પાણી માં ચાલતા રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

વાહનચાલકો, રાહદારીઓ અને વહેપારીઓ પરેશાન થઈ રહ્યા છે એક બાજુ ચાંદીપુરા વાયરસ નું પ્રમાણ વધી રહ્યું છે અને જો સફાઈ નહિ કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્વરે ગંદા પાણી ની ગટરો ની પ્રિ મોન્સુન સફાઈ કરવામાં આવે તેવી વહેપારીઓની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.