કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : ૨૮ જાન્યુઆરીએ પોષી પુનમ છે ને પોષી પુનમે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ તરીકે મનાવવામાં આવે છે પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય, માત્ર શક્તિ ચોકમાં ૨૫ યજમાનની હાજરીમાં પૂજાવિધિ કરાશે પણ શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે.
દર વર્ષે માં અંબાનો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધુમથી મનાવવામાં આવે છે. ગજરાજ ઉપર માતાજીની વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવે છે પણ આ વખતે અંબાજી મંદિરમાં ૧૧૧ કલાક પહેલાં ચાચર ચોકમાં થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર ૨૫ થી ૩૦ યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરાશે. સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈન મુજબ મંદિરમાં દર્શન કરી શકાશે. પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે જ મનાવાવમાં આવશે.
પોષી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ધામમાં નિરસ વાતાવરણ જાેવા મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી થવાને કારણે સાદગીથી ઉજવાશે. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર ૨૫ થી ૩૦ યજમાનોની પૂજા વિધિ અને તે પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ સંપન્ન કરવામાં આવશે. જયારે માતાજીની શોભાયાત્રા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, સુખડી વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા છે. જાેકે પૂનમે માઈભક્તો માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈન મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના ડે.કલેકટર અને વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું.
જાેકે એક ધાર્મીક પરંપરાને લઈ ગબ્બર ઉપરથી જ્યોત લાવીને તેની આરતી કરવામાં આવશે. તદ્‌પરાંત ચાચર ચોકમાં સામાજીક અંતર સાથે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.