ધાનેરાઃ જીપના ચોરખાનામાંથી પોલીસે દારૂ ઝડપ્યો, બુટલેગરો બેફામ
કોરોના મહામારી વચ્ચે ધાનેરા પોલીસે જીપમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં બુટલેગરો બેફામ બનતા બાતમી આધારે વોચ ગોઠવી પોલીસે કમાન્ડર જીપની તલાશી લીધી હતી. પોલીસે જીપના ચોરખાનામાં સંતાડેલો રૂ.૯૩,૬૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ તરફ કાર્યવાહી દરમ્યાન પોલીસે ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે સ્થળ પર મળી આવેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા તેની અટકાયત કરવામાં આવશે.
બનાસકાંઠા જીલ્લાની ધાનેરા પોલીસે બાતમી આધારે કમાન્ડર જીપમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી દારૂ ભરેલી કમાન્ડર જીપ ગોલાથી, શેરગઢ, હડતા થઇ કોટડા તરફ જઇ રહેલ છે. જેને લઇ પોલીસે કોટડા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી જીપને રોકવાનો ઇશારો કરતા ચાલકે જીપ ભગાડી મુકી હતી. જોકે રસ્તામાં ગાયો આવી જતા કમાન્ડર જીપ ઝડપાતા પોલીસે તલાશી લીધી હતી.
પોલીસે જીપની તલાશી લઇ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે જીપમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૩૬, કિ.રૂ.૯૩,૬૦૦નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે જીપની કિ.રૂ.૫૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦, મળી કુલ કિ.રૂ.૧,૪૮,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર, ચોરખાનાવાળી જીપ આપનાર અને દારૂ ભરી આપનાર સહિત ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ સાથે પ્રોહિબીશન એક્ટની કલમ ૬૫(ટ્ઠ),૬૫(ી),૧૧૬-ઝ્ર,૯૮(૨),૮૧ અને મોટર અધિનિયમની કલમ ૧૭૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામઃ
- ગણપતભાઇ અમરાજી ઠાકોર, રહે. ડોડીયા, તા. લાખણી (જીપ ચાલક)(કોરોના ટેસ્ટ બાદ અટકાયત)
- અમરસિંહ ભીખાજી દરબાર, રહે. લાખણી (દારૂ મંગાવનાર)
- લાધુરામ (દારૂ ભરી આપનાર)
- દેવાભાઇ વાઘાભાઇ, રહે. ભાખરી, તા. લાખણી (ચોરખાના બનાવેલી જીપ આપનાર)