![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-270.jpg)
ધાનેરાની માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટરમાં થયેલી ચોરીના ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
ધાનેરા વિસ્તારમાં રાત્રિના સમયે દુકાન તોડી ચોરી કરનાર ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે ધાનેરા પોલીસે ઝડપી પાડયા છે. 22 ઓગસ્ટના રોજ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના કેશમાં તેલના ડબ્બા 12 તેમજ ચા પેકીટ 8, ચાંદીના સિક્કા 2 મળી કુલ 31 હજારથી વધુના મુદ્દામાલની ચોરીનો બનાવ 19 ઓગસ્ટના રાત્રીના બન્યો હતો. આ સંદર્ભે ધાનેરા પોલીસ સ્ટાફ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે ચોરોની તપાસમાં હતા. તે દરમિયાન ધાનેરાથી રાજેસ્થાન જતા રોડ પર બાતમી હકીકતના આધારે કમાન્ડર જીપ ગાડીને લઈ બે ઈસમો આવતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડી રોકાવી ઈસમોની જડતી કરી હતી.
તેમની પાસે રહેલા તેલના ડબ્બા બાબતે પોલીસે કડકાઈથી પૂછતાં ગાડી ચાલાક કિરણભાઈ વજીર, બીજો ઈસમ દિલીપભાઈ ઠાકોર, મેઘરાજભાઈ જોગી, આકાશ ભીલ, પીન્ટુભાઇ, કહેરાભાઈ રબારી ધાનેરા વાળા સાથે મળી ધાનેરા માર્કિટયાર્ડ શોપિંગ સેન્ટરમાં આવેલ વૃંદાવન પ્રોવિઝન નામની દુકાન આગળના ભાગેથી શટરનું લોક તોડી ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ ધાનેરા પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લઇ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.