ડીસા તાલુકાના રાણપુર ગામે ખેતરમાં જુગાર રમતા નવ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસે ખેતરમાં જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડી રૂ. 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઇ એસ. એમ. પટણીને રાણપુર ઉગમણાવાસ ગામે દિનેશભાઈ કાળુભાઈ રબારીના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.તેથી સ્ટાફ સાથે રેડ કરતા રૂ. 80,820 રોકડા તેમજ મોબાઈલઅને મોટર સાયકલો મળી કુલ રૂ.2.55 લાખનો મુદ્દામાલ સાથે જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા હતા.અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.