દિયોદરમાંથી પોલીસે જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ધરણીધર નગર સોસાયટીમાં એક ઘરની બહાર ખુલ્લા ચોકમાં કેટલા ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા દિયોદર પોલીસની ટીમે રેડ કરતા જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા હતા. પોલીસે કુલ 72 હજારથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ પાચ ઈસમ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


દિયોદર પોલીસે રાત્રી દરમિયાન ધરણીધર નગર સોસાયટી નજીક થી જુગાર રમતા કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા છે. જે.એન.દેસાઇ, પોલીસ સબ.ઈન્સ દિયોદર પોલીસ સ્ટાફ સાથે રાત્રીના સમયે દિયોદર ટાઉન વિસ્તારમાં પ્રોહીબિસન જુગાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પોલિસ કોન્સટેબલ મહાવિરસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર ધરણીધર નગર સોસાયટીમાં આવેલ ભરતભાઈ માળીના ઘરની બહાર ખુલ્લા ચોકમા કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જે આધારે દિયોદર પોલીસે રેડ કરી હતી.પોલીસે જુગાર રમતા (1) ભરતભાઈ ગંગારામભાઈ માળી રહે.ધરણીધર સોસાયટી ભાગ દિયોદર (2) સાગરભાઈ દશરથભાઈ પઢિયાર રહે.શિવનગર સોસાયટી દિયોદર (3) સંજયભાઈ મગનભાઈ દેસાઈ રહે.દિયોદર રબારીવાસ (4) જશવંતકુમાર ઉર્ફે અચુભાઈ પીરાજી બારોટ હાલરહે.દિયોદર સાનિધ્ય સોસાયટી મુળ રહે.લવાણા લાખણી (5) કૈલાશભાઈ ઉર્ફે કનુભાઈ અમરશીભાઈ ઠક્કર રહે. દિયોદર નવિબજાર વાળા ને ઝડપી પાડી કુલ રોકડ રકમ સહીત 72,750 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.