અમીરગઢ ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ની પેટીઓ સાથે ૧ ઈસમને દબોચી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ ની સુચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાત માં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ ની કામગીરી માં હતા તે દરમ્યાન રાજસ્થાન તરફથી એક ટાટા કંપની નું  ટ્રક નંબર RJ-18-GA-4520 નું આવતા જેને ઉભું રખાવી ચાલક ને સાથે રાખી ટ્રક ની કેબીન માં ડ્રાઇવર સીટ ની પાછળ ના ભાગે બનાવેલ ગુપ્તખાના માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની પેટીઓ ભરેલ હોય જે પેટીઓ માં અલગ અલગ બ્રાન્ડ ની સીલબંધ બોટલો ભરેલ હોય જે કુલ પેટી નંગ 38 કુલ બોટલ નંગ 456 કિંમત રૂપિયા 861600 થતા ટ્રક કિંમત રૂપિયા 15 લાખ તથા મોબાઇલ કિંમત રૂપિયા 3000 તથા ખાણ ના કટ્ટઓ 411432 મળી કુલ કિંમત 2776032 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાત મા ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. બૂટલેગરો દ્વારા અવનવા કીમિયા અજમાવી ગુજરાત માં દારૂ ઘૂસાડવાના પ્રયત્નો કરી રહયા છે ત્યારે અમીરગઢ પોલીસ ની બાજ નજરને લઈ બૂટલેગરો વિદેશી દારૂ લઈ ગુજરાત માં ઘૂસે તે પહેલા ગુજરાત બોડૅર ઉપર ઝડપાઈ જતા હોય છે.પોલીસે આરોપી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.