ધાનેરાની સોસાયટીમા બમ્પ મામલે પથ્થરમારો થતા પોલીસ ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

મામલો થાળે પાડવા પોલીસનું પેટ્રોલિંગ: ધાનેરામાં ડીસા રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટીમા થયેલ હોબાળાનો વિડિયો વાઇરલ થયો છે.જેમાં સોસાયટીમા રહેતા કેટલાક ઇસમો હાથમાં પથ્થર લઈ મારી રહ્યા છે.બનાવની હકીકત જાણતા શ્રીનાથ સોસાયટીમા પ્રવેશ કરતા પાકા માર્ગ પર સોસાયટીના રહેશોએ ફંડ ભેગુ કરી બમ્પ મૂક્યા હતા. જેનું કારણ હતું કે બમ્પના કારણે વાહનોની ગતિ ઓછી રહે અને કોઈ અકસ્માતનો બનાવ ના બને. જો કે આજ સોસાયટીમા રહેતા કેટલાક પરિવારોએ બમ્પનો વિરોધ કર્યો હતો.અને જાતે લોડર દ્વારા બમ્પને દૂર કર્યા હતા.

જેને લઈ સોસાયટીના રહીશો આમને સામને આવી ગયા હતા.જો કે આખરે સોસાયટીના રહીશોએ સાથે મળી  સમાધાન કર્યું હતું.પણ ફરી વાર સોસાયટીમા રહેતી મહિલાઓ ભેગી થઈ રસ્તા પર આવી ગઈ હતી.અને બમ્પ મામલે પથ્થર મારો કર્યો હતો.અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા સોસાયટીમા રહેતા સુરેશભાઈ તિરગર જે ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તેમણે પોલીસ મથકે બનેલ બનાવને લઈ ફરિયાદી બની ફરિયાદ આપી છે.

ધાનેરા શહેરી વિસ્તારમાં ડીસા રોડ પરની શ્રીનાથ સોસાયટીમા બનેલ બનાવના વિડિયો વાઇરલ થયા છે.જેથી મામલો ઉગ્ર ના બને તેને લઈ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.ફરિયાદમા અનુસૂચિત જાતિ- જન જાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ કલમ દાખલ થતા તપાસ થરાદ વિભાગના ડીવાયએસપી કરી રહ્યા છે. ડીવાયએસપીએ પણ જાત મુલાકાત લીધી છે.ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ. ટી. પટેલે બનાવની ગંભીરતા મામલે જણાવ્યું છે કે બિન જરૂરી ઉશ્કેરણી જનક સોશ્યલ મીડિયામા મેસેજ ના કરવા અને બનાવને લઈ જરૂરી લાગે તો પોલીસનો સંપર્ક કરવો.ધાનેરા પોલીસ મથકે ત્રણ મહિલા અને એક પુરુષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.