અમીરગઢ ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે ૧ ઈસમને દબોચી લીધો
અમીરગઢ ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ એસ. કે પરમાર સાહેબ ની સુચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાત માં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજસ્થાન તરફથી એક આઈસર ટ્રક નંબર એચ- આર-૬૯-એ-૫૧૭૧ મા વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાત મા ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. બૂટલેગરો દ્વારા અવનવા કીમિયા અજમાવી ગુજરાત માં દારૂ ઘૂસાડવાના પ્રયત્નો કરી રહયા છે
ત્યારે અમીરગઢ પોલીસ ની બાજ નજરને લઈ બૂટલેગરો વિદેશી દારૂ લઈ ગુજરાત માં ઘૂસે તે પહેલા ગુજરાત બોડૅર ઉપર ઝડપાઈ જતા હોય છે ત્યારે અમીરગઢ ગુજરાત બોડૅર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ટ્રક માથી વિદેશી દારૂ ની પેટી નગં- ૪00 કુલ બોટલ નગં- ૪૮૦૦ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૧ લાખ ૩૮ હજારનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદામાલ કિંમત રૂ. ૩૬ લાખ ૪૧ હજારના મુદામાલ સાથે રાજસ્થાનના સિરોહી જીલ્લાના શિવગંજ તાલુકાના મજાદર ગામના હસન કુમાર વીરારામ વકતારામ દેવાસી ની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.