કિશન ભરવાડની હત્યાને લઇ થરાદ બંધના મેસેજ સામે પોલીસની અપીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અને રાધનપુરમાં હિન્દુ યુવતી પર વિધર્મી યુવકે કરેલા હુમલાના વિરોધમાં આજે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે થરાદના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં આવતીકાલે થરાદ બંધનો મેસેજ વાયરલ થતાં થરાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં થરાદ પી.આઈ જે.બી. ચૌધરીએ થરાદ બંધને સમર્થન આપવા કરતાં થરાદ ચાલુ રાખી નફાનો અમુક હિસ્સો સારા કામમાં વાપરવા લોકોએ અપીલ કરી છે.

ધંધુકા અને રાધનપુરમાં બનેલી ઘટનાને લઇ બનાસકાંઠા જિલ્લામાં ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. જેમા સોશિયલ મીડિયામાં ફરતા થરાદ બંધના એલાનને લઈ થરાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. થરાદ બંધ સોશિયલ મીડિયાના ફરતા મેસેજને ખરાઈ કર્યા વગર ફોરવડ ન કરવા થરાદ પોલીસે અપીલ કરી છે. થરાદમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસના પ્રયત્નને સપોર્ટ કરવા પોલીસે અપીલ કરી છે.

આ અંગે થરાદ પીઆઇ જે.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ધંધુકા અને રાધનપુર શહેરમાં બે બનાવ બનેલા છે. તે અનુસંધાને ઘણા બધા સમુદાય તરફથી અલગ અલગ જગ્યાએ બંધનું એલાન આપવામાં આવે છે. આ બાબતે સોશિયલ મીડિયામાં પણ ખોટા ખોટા મેસેજ પણ કરવામાં આવે છે. જેવું અમારા ધ્યાને આવેલું છે.

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ જાહેર જનતાને અપીલ કરું છું કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા બિનજરૂરી કોઈપણ પ્રકારના મેસેજ કરવા નહીં. કોઈ એવો મેસેજ આવે તો જ તેને રોડ ફોરવર્ડ કરવો નહી. તેની ખરાઇ કરવી તેમજ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ વેમનષ્ય ફેલાય તેઓ કોઈપણ પ્રકારનો મેસેજ કરવો નહીં. આવતીકાલે થરાદ બંધ રાખવા અંગેના સોશિ.લ મીડિયામાં મેસેજ મળે છે. તમામ વેપારી મિત્રો તમામ જાહેર જનતાને અપીલ કરું છું. આપણે બંધ રાખવા કરતાં કઈ નવું વિચારી જે પણ આવતીકાલે દિવસની કમાણી થાય એ તમામ ધંધાર્થી લોકો પાસેથી તે કમાણીમાંથી અમુક હિસ્સો લઈ સારામાં વાપરી આપણે આવતીકાલના દિવસને એક સારો દિવસ તરીકે રાખી બંધને પ્રોત્સાહન ના આપીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.