બોરડીયાળા ગામે નદીમાં પાણીના ભારે પ્રવાહથી ગ્રામજનો મુશ્કેલીમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાના બોરડીયાળા ગામમાં પ્રવેશ્યા એટલે ગ્રામજનો નદી પર એક નાની પુલિયા બનાવતા અને જાતે શ્રમ કરતા નજરે પડ્યા બોરડીયાલા ગામ પાસેથી કીડી નદી પસાર થાય છે અને આ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે દર વર્ષે બનાવેલો રખટ ધોવાઈ જાય છે. ત્યારે વર્ષોથી ગ્રામજનો અહીંયા પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે, પરંતુ એ સંતોષાથી નથી. તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અને ગાંધીનગર સુધી રજૂઆતો કરવાનું પરિણામ શૂન્ય મળ્યું હતું. ત્યારે ગ્રામજનોએ કોઈની પણ આશા રાખ્યા વગર જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી અને ગામમાં નાનો મોટો ફાળો કરી અને જાતે રપટ બનાવી અને પોતાની વ્યવસ્થા કરવાનું ચાલું કરી દીધું હતું.2000ની વસ્તી ધરાવતું બોરડીયાળા ગામ પશુપાલન પર આધારિત છે. બાળકો શાળાએ ભણવા માટે જાય છે તો વ્યવસાય અને રોજગારો માટે ગ્રામજનોએ પણ બહાર જવું પડે છે. દૂધ ભરાવવા માટે દૂધ મંડળીમાં જવા માટે પણ પુલની જરૂર છે. ત્યારે દર વર્ષે નદીમાં વહેણ આવવાને કારણે અને માર્ગ ધોવાઈ જવાને કારણે પશુપાલકો મંડળીમાં દૂધ ભરાવી શકતા નથી અને તેમને દરરોજનું 50 હજાર જેટલા દૂધનું નુકસાન થાય છે. નદીમાં પાણી આવે અને રસ્તો ન હોય એટલે જેટલા દિવસ પાણી રહે એટલા દિવસ બાળકો શાળાએ અભ્યાસ કરવા જઈ શકતા નથી. ગામમાં કરિયાણાની અથવા અન્ય મેડિકલની પણ દુકાન ન હોવાને કારણે અહીંયા નદી ઓળંગીને પસાર થવું પડે અને રસ્તો ન હોવાને કારણે એ સુવિધા પણ મળતી નથી. જેને કારણે અનેક મુશ્કેલી ભોગવી રહેલા ગ્રામજનોએ હવે જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કર્યું છે.સૌથી મહત્વની બાબત એ છે કે બીમાર થયું હોય કોઈ આકસ્મિક ઘટના બની હોય અને બહાર જવાનો રસ્તો ન હોય અને એવા સંજોગોમાં એ વ્યક્તિ મોતને ભેટે એ ખૂબ જ ખરાબ બાબત છે કારણ કે વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂની માંગને વ્યવસ્થા ન કરવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગામની એક વિદ્યાર્થીને સાપ કરડ્યો હતો અને તેને સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મોત થયું હતું. ત્યારે એક સરકારી કર્મચારી પણ હાર્ટ અટેકની બીમારીને કારણે સમયસર સારવાર ન મળવાને કારણે મોત થયું હતું. આ બાબત વહીવટી તંત્ર માટે ખૂબ જ ખરાબ છે. દાંતા તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે. અહીંયા મોટાભાગના લોકો પશુપાલન સાથે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે, છતાં પણ તંત્ર અથવા સરકારી ન સાંભળતા જે ગામના વ્યક્તિથી પોતાનાથી બનતી આર્થિક મદદ કરી અને આ પુલિયા બનાવવામાં ફાળો આપ્યો અને ગ્રામજનોએ જાતે પથ્થર ઉપાડી માટી નાખી અને ભૂંગળા લાવી અને એક નાની પૂલિયા પ્રાથમિક તબક્કે તૈયાર કરી એ પણ જોખમકારક છે એટલે તંત્ર એના સાંભળતા આખરે ગ્રામજનોએ કોઈના પણ ભરોસે બેઠા વગર અત્યારે તો પોતાની સુવિધા કરી લીધી છે અને એમની માગણી છે કે અહીંયા તાત્કાલિક પુલ બનાવવામાં આવે તો મુશ્કેલી ભરી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણી થાય છે, જિલ્લા પંચાયતની ચૂંટણી થાય છે, લોકસભાની થાય છે અને વિધાનસભાની પણ ચૂંટણી થાય છે. આ તમામ પક્ષના તમામ ઉમેદવારો ગામમાં મત માંગવા આવે છે અને ઠાલા વચન આપે છે. જોકે ચૂંટણીમાં વચનોની અને પૈસાની લહાણી થતી હોય છે, પરંતુ આ મુશ્કેલી તરફ હજી કોઈ પણ નેતા કોઈ ઉમેદવાર, કોઈ સંસદ સભ્ય અથવા કોઈ ધારાસભ્યનું ધ્યાન નથી ગયું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.