પાલનપુરમાં બિહારીબાગથી આરટીઓ સર્કલ સર્વિસ રોડની બંને તરફ પાઇપલાઇન નખાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર આબુ હાઇવે પર વરસાદી પાણીનો રવિવારે રાત્રે નિકાલ થઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. અગાઉ એક તરફનું માર્ગ ખોલવામાં આવ્યો હતો જ્યારે રવિવારે રાત્રે બીજી તરફનું માર્ગ પણ ખોલી દેવામાં આવ્યો હતો. જોકે હજુ આખું ચોમાસુ બાકી છે તેવામાં દરેક વરસાદ બાદ મશીન મૂકીને પાણી ઉલેચવા પડે તેવી સ્થિતિ છે. તેવામાં હવે બિહારી બાગથી આરટીઓ સર્કલ સુધી બંને તરફ સર્વિસ રોડ બનાવી સર્વિસ રોડના નીચે બે બે મીટરના વ્યાસ વાળી પાઇપલાઇન મૂકી તેમાં વરસાદી પાણીનો લડબી નદીના વ્હોળામાં નિકાલ કરવા પર સર્વસંમતિ સધાઈ છે.

આ ઉપરાંત સરકારના એનએચ ડિવિઝન દ્વારા કરાયેલી દરખાસ્ત પણ કેન્દ્ર સરકારમાં મંજૂરી અર્થે પેંડિંગ છે. આ ચોમાસામાં હેરાનગતિ ભોગવી પડશે પરંતુ આવતા ચોમાસે આ પ્રશ્નોનો ઉકેલ લાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે “આરટીઓ સર્કલ પર હાલમાં જ્યાં નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે જગ્યા એન એચ ડિવિઝન ગુજરાત સ્ટેટ (ઇડર)ના અંડરમાં આવે છે તેમના સંકલનમાં રહીને આબુ હાઇવે પર પાણી ભરાવાની સ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ હેવી પંપ લગાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

વરસાદી પાણી ભરાવાની મુશ્કેલીમાંથી કાયમી ઉકેલ માટે બંને સર્વિસ રોડની નીચે પાઇપલાઇન નાખી પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે હાલમાં સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.અગાઉ અહીંથી પાણી નિકાલની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થતી હતી પાલનપુર આબુ હાઇવે પર અગાઉ વર્ષોથી કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવા ચોમાસાના પ્રારંભે જ મશીનરી મૂકી દેવામાં આવતી હતી અને પાણીનો નિકાલ કરાતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.