ડીસાના ઝેરડા ગામે દિન- પ્રતિદિન થતી ચોરીઓની ઘટનાને અટકાવવા કલેકટરને આવેદનપત્ર
તસ્કરોને ઝડપી ચોરીઓનો ભેદ ઉકેલવાની માંગ: છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં અને ડીસા પંથકમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસ મુક પ્રેક્ષક બની હોતી હૈ ચલતી હૈ નીતિ અપનાવામાં મસ્ત જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના ઝેરડા ગામે ઉપરાઉપરી ચોરીની અનેક ઘટનાઓ બનતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
છતાં ગામમાં થયેલ અનેક ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ક્રિય સાબિત થઇ જતાં ગામના જાગૃત નાગરિક દ્વારા ચોરીઓની ઘટનાને અટકાવવા માટે નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ઝેરડા ગામે થયેલ તમામ ચોરીના ભેદ ઉકેલી રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.