સીપુ નજીક આવેલી લીઝ બન્ધ કરાવવાની માંગ સાથે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા, મોરથલ ગોળીયા તેમજ આસપાસના ગામના લોકો દ્વારા આજે સિપુ નદી કિનારે ચાલતી રેતીની લીઝ તાત્કાલીક બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ લીજ બંધ નહીં થાય તો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થસે અને આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બન્ને ગામ એ સિપુ અને બનાસ નદી વચ્ચે આવેલા છે. અને ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે અવાર નવાર પુર આવે તે સમયે પાણીની વધુ પડતી આવક થાય ત્યારે અમારા ગામ અને ખેતીની જમીનોમાં પાણી આવતા જમીન ધોવાઈ જતા ખેતીના પાકને અતિશય નુકશાન થાય છે.
છેલ્લે જ્યારે ૨૦૧૭ ની સાલમાં અમારા ગામમાં પુરના પ્રકોપથી નદી કાંઠે રહેતા ખેડૂતોના ઉભા પાક, ફળદ્રુપ જમીનો સાથે ઢોર-ઢાંખર, મકાનો નદીમાં તણાઈ જવાથી મોટુ નુકશાન થયું હતું અને સરકારે ગંભીર નોંધ લઈ તેમજ આ ગામોનો સી.એમ. ધારાસભ્ય તથા કલેકટરે સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને બચાવવા આશ્વાસન આપેલ તેમજ ચંદાજી ગોળીયા ગામ નદી કાંઠે વહેણ બનેલ તથા સુરક્ષા દિવાલ મંજુર કરેલ એ દિવાલ બનાવવાની હજુ બાકી છે. વધુમાં છેલ્લા કેટલાય સમયથી સીપુ નદીનું વહેણ છે.
ત્યાં ખનીજ માફીયાઓ રાત- દિવસ મોટા મશીનોથી ૫૦ – ૫૦ ફુટના ખાડા પાડી અમારા ગામના બચાવ માટે જે કિનારો છે એ તોડવામાં આવી રહ્યો છે. જે ભવિષ્યમાં અમારા બે ગામની જમીનો અને ખેડૂતોનો વિનાશ કરી શકે એમ છે. આવું ના થાય તે માટે ખેડૂતો દ્વારા છેલ્લા ૩ વર્ષથી અલગ અલગ રજુઆતો કરવામાં આવી છે
ગઈ તા.૨૭- ૧૧-૨૦૨૪ થી ચંદાજી ગોળીયા ગામના નદી કાંઠે મોટા મોટા જે.સી.બી. મશીનો તથા પચાસ થી વધુ ડમ્પરો દ્વારા રેતી ખનનનું કામ ચાલુ કરેલ હોવાથી તેઓને આવું કામ કરવાથી પોતાની જમીનોને મોટુ નુકશાન થતું હોય તથા ગામમાં ઉપરવાસમાં પાણી આવવાથી નુકશાન થતું હોઈ જેથી કામ બંધ કરવાનું કહેતાં જે થાય તે કરી લો, ખોદકામ બંધ નહીં થાય તેવી ધમકીઓ આપતા હોય છે. ગેરકાયદેસર લીઝ રેતી ખનન માફીયાઓ વિરૂદ્ધ ફાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી સાથે ડીસા નાયબ કલેકટર ને આવેદન આપી રજુઆત કરી હતી.