ધાનેરા નગરપાલિકા ની કામગીરી ને લઈ પ્રજાનો ઉકળાટ ભૂગર્ભ ગટર થી સર્જાતી સમસ્યા અકબંધ
તૂટેલા રસ્તાઓ કચરા ના ઢગલા ઓ થી પ્રજામા ભારે રોષ ખાડા પુરવામાં પણ દેખાવ કર્યો
ધાનેરા નગરપાલિકા ની કામગીરી ને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ઊઠી છે. ભૂગર્ભ ગટર માંથી નીકળતા ગટરના ગંદા પાણીથી લઈ તૂટેલા રસ્તાઓ પ્રજાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે.
શહેરમાં આવેલા સરકારી વસાહતની પાછળ આવેલ સોસાયટીના પાકા રસ્તાઓ ખોદી સ્થાનિક પ્રજાની મુશ્કેલી મા વધારો કર્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પાકા રસ્તાઓ બન્યા પછી ગટર લાઇન કરવી અને ગટર લાઇન ની કામગીરી કર્યા બાદ બિસ્માર રસ્તાઓ ને એજ હાલત મા મુકી રાખવા આવી કામગીરી થી ધાનેરા શહેરના અનેક રહેણાક વિસ્તારના માર્ગો બિસ્માર હાલત મા પડ્યા છે. સરકારી વસાહત ની પાછળ આવેલ સોસાયટી ના પાકા રસ્તાને છેલ્લા ચાર દિવસ પહેલા ખોદી કઠવામાં આવ્યો છે.
જેના કારણે વડીલ હોય કે બાળકો કે પછી વાહન ચાલકો પોતાના ઘરમાં રહેવા પર મજબૂર બન્યા છે. સ્થાનિક પ્રજા કોન્ટ્રાકટર ને આ મમલે કઈક કહેવા જાય તો જવાબ ના શોભે તેવો મળે છે. ભારતીય જનતા પાર્ટી નાં પૂર્વ મહામંત્રી નું માનીએ તો ધાનેરા નગરપાલિકા નો વહીવટ સરકારની કામગીરી ને નુકશાન પહોચાડી રહ્યો છે. વધારો કરેલ વેરો પણ રહીશો ભરવા માટે તૈયાર છે છતાં પણ પ્રજાની સમસ્યા સંભાળ નારુ કોઈ નથી.