થરાદનાં વાતાવરણમાં પલટો આવતા લોકોને મળી ગરમીથી આંશિક રાહત
બનાસકાંઠા જીલ્લાના સરહદીય વિસ્તાર થરાદમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. જો કે, વાતાવરણમાં ફેરફાર થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવતા ગુજરાતીઓને ગરમીથી આંશિક રાહત મળી છે. જો કે, આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. જો કે, સરહદીય વિસ્તાર એવા બનાસકાંઠાનાં થરાદની વાત કરવામાં આવે તો અહિયાં વાતાવરણમાં બે દિવસથી ફેરેફાર આવતા અહીયાના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જો કે, ગરમીથી રાહત મળતા લોકોએ બે પલનો હાશકારો અનુભવ્યો છે. આપને જણાવી દઈએ કે થરાદ વિસ્તાર સરહદીય ક્ષેત્રમાં આવે છે. અને અહિયાં ગરમી ૪૨ ડીગ્રીથી 45 ડીગ્રીની વચ્ચે હોય છે. જો કે, બે દિવસથી વાદળછાયું વાતાવરણ રેતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.
આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે. આગામી દિવસોમાં ગરમી ઘટનાના સંકેત હવામાન વિભાગે આવી દીધા છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.