યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે.

ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.