જિલ્લામાં ફરી એકવાર આગ આંકતી ગરમી થી લોકો પરેશાન : રવિવાર તાપમાન નો પારો ૨ ડીગ્રી વધતા ૪૨.૫ ડીગ્રી એ પહોંચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યના અનેક ભાગો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મૌન્સૂન એક્ટિવિટીને લઈ હળવા વરસાદની આગાહી: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ફરી તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. બીજી તરફ લઘુતમ તાપમાન પણ ૨૯ ડિગ્રી આસપાસ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી નથી શનિવાર અને રવિવારે બનાસકાંઠા જિલ્લામાં ૪૧ થી ૪૨  ડિગ્રી જેટલું તાપમાન રહેતા જીલ્લા વાસીઓ ફરી એકવાર ગરમી માં શેકાયા હતા અને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના અનેક ભાગોમાં નૈઋત્ય ચોમાસુ પૂર્વેની ગતિવિધિઓ જોવા મળી રહી છે જેના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ નું આગમન થયું છે. બીજી તરફ સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉચકાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે બપોરના સમયે નીકળવુ મુશકેલ બની ગયુ છે. બપોરે ૧૨ થી ૪ લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. રવિવાર મહત્તમ તાપમાનનો પારો ૧.૮ ડીગ્રી વધતા ૪૨.૫ ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ પારો પણ ૩૦.૪ ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી વાતાવરણમાં બફારો સાથે આગ આંકતી ગરમી નો સામનો પ્રજાજનો ને કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની વધુ એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના: નેઋત્યનું ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે તે અગાઉની પ્રિ મોન્સુન એક્ટિવિટીને લઈ રાજ્યના દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગોમાં વરસાદનું આગમન થયું છે હવામાન વિભાગ દ્વારા પણ 9 થી 13 જુન સુધી કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે પરંતુ સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં હજુ એક અઠવાડિયા સુધી વરસાદની રાહ જોવી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આવનારા સમયમાં કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે: અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સિસ્ટમને લઈ રાજ્યના વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આવનાર દિવસોમાં પણ હળવાવથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

ડીસાનું  રવિવારે નોંધાયેલું  તાપમાન

મહત્તમ તાપમાન ૪૨.૫ ડીગ્રી

લઘુતમ તાપમાન ૩૦.૪ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા

વાતાવરણમાં પવનની ગતિ પ્રતિ કલાક ૧૦ કીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.