શિહોરી થી પાટણ જવા લોકો કરી રહ્યા છે મોતની સવારી :રેલવે બ્રિજ પર થી ચાલવા મજબૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

શિહોરી થી પાટણ જવા માટે લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. શિહોરી થી પાટણ જવાનો જે રસ્તો હતો તે બનાસ નદીના પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે લોકો પાટણ થી શિહોરી અને શિહોરી થી પાટણ જવા માટે 800 મીટર લાંબા રેલવે ઓવર બ્રિજ આવેલ રેલવે ટ્રેક પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ટ્રેક પર જ્યારે રેલવે આવે છે ત્યારે મોટી જાનહાની કે અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાય છે. કિલોમીટર, પૈસા અને સમય બચાવવાના ચક્કરમાં લોકો જે છે તે મોતની મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે. બનાસકાંઠાના શિહોરી પાસે આવેલા ઉબરીના રેલવે ઓવરબ્રિજના ઉબરી રેલવે ઓવરબરીઝ પરથી લોકો મોતની મુસાફરી કરવા મજબૂર બન્યા છે. દસ કે બાર લોકો નહીં પરંતુ રોજના હજારો લોકો રેલવે ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે. નાના નાના બાળકો સાથે માતા પિતા રેલવે બ્રિજ પરથી મુસાફરી કરી રહ્યા છે. તો દર્દીઓ પણ પોતાના સંબંધીઓ સાથે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓ પણ આજ રેલવે ઓવરબ્રિઝ પર આવેલ ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે. બનાસકાંઠાના શિહોરી પાસે આવેલા ઉબરીના રેલવે ઓવરબ્રિજના ઉબરી રેલવે ઓવરબરીઝ પરથી લોકો મોતની મુસાફરી કરવા મજબૂર બન્યા છે. દસ કે બાર લોકો નહીં પરંતુ રોજના હજારો લોકો રેલવે ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે. નાના નાના બાળકો સાથે માતા પિતા રેલવે બ્રિજ પરથી મુસાફરી કરી રહ્યા છે. તો દર્દીઓ પણ પોતાના સંબંધીઓ સાથે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓ પણ આજ રેલવે ઓવરબ્રિઝ પર આવેલ ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે. પાટણ થી શિહોરી અને શિહોરીથી પાટણ જવા માટે ઉંબરી પાસેથી પસાર થતી બનાસ નદી પર બ્રિઝ બનાવેલો હતો. પરંતુ 2017 બાદ ઓવર બ્રિજ જર્જરિત થઈ જતા 2020માં આ બ્રિજને તોડીને નવો ઓવર બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું અને તે બાદ એક નાળુ બનાવી દેવામાં આવ્યું હતું.પાટણ થી શિહોરી અને શિહોરીથી પાટણ જવા માટે ઉંબરી પાસેથી પસાર થતી બનાસ નદી પર બ્રિઝ બનાવેલો હતો. પરંતુ 2017 બાદ ઓવર બ્રિજ જર્જરિત થઈ જતા 2020માં આ બ્રિજને તોડીને નવો ઓવર બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું અને તે બાદ એક નાળુ બનાવી દેવામાં આવ્યું હતું. આ નાળું ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલાતા બનાસ નદીના પટમાં બંને કાંઠે પાણી આવતા આ નાળું પણ ધોવાઈ ગયું હતું અને નાળુ ધોવાઈ જતા લોકોને પાટણથી શિહોરી અને શિહોરી પાટણ જવું હોય તો ડીસા કે રાધનપુર થઈને જવું પડે તે 100 કિલોમીટર ઉપર થતો હોવાથી અને સમય તેમજ ભાડું પણ વધારે થતું હોવાથી લોકો અત્યારે આ રેલ્વે ટ્રેક પરથી જીવના જોખમે નીકળવા મજબૂત બન્યા છે. નવા ઓવરબ્રિઝનું કામ ગોકલગતિએ ચાલતું હોવાથી નવો ઓવર બ્રિઝ ક્યારે બનશે તેને લઈને પણ પ્રશ્નાર્થ છે. આ નાળું ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલાતા બનાસ નદીના પટમાં બંને કાંઠે પાણી આવતા આ નાળું પણ ધોવાઈ ગયું હતું અને નાળુ ધોવાઈ જતા લોકોને પાટણથી શિહોરી અને શિહોરી પાટણ જવું હોય તો ડીસા કે રાધનપુર થઈને જવું પડે તે 100 કિલોમીટર ઉપર થતો હોવાથી અને સમય તેમજ ભાડું પણ વધારે થતું હોવાથી લોકો અત્યારે આ રેલ્વે ટ્રેક પરથી જીવના જોખમે નીકળવા મજબૂત બન્યા છે. નવા ઓવરબ્રિઝનું કામ ગોકલગતિએ ચાલતું હોવાથી નવો ઓવર બ્રિઝ ક્યારે બનશે તેને લઈને પણ પ્રશ્નાર્થ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.