વડગામના પસવાદળ રેલવે અંડરબ્રિજનું કામ બે વર્ષે પણ પૂર્ણ ન થતાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી  : વડગામ તાલુકાના તેનીવાડાથી પસવાદળ ગામે જતા આવેલં રેલવે લાઈન નીચે બની રહેલ અંડરપાસનું કામ છેલ્લા બે વર્ષથી મંથર ગતિએ ચાલતા પસવાદળ સહિત અનેક ગામોના લોકો પરેશાન થઈ ઉઠ્‌યા છે. વડગામ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પસવાદળ રેલવે અંડરપાસનું કામ કોન્ટ્રાકટરની ઢીલીનીતિને લઈ બે વર્ષ થવા છતાં કામ પૂર્ણ ન થવાના કારણે ભારે પરેશાન થઈ ઉઠ્‌યા છે કોન્ટ્રાકટર દ્રારા જૂનો રોડ તોડી પાડી અહીં અંડરપાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
જોકે રોડની આસપાસ પાકો ડ્રાયવર્જન પણ બનાવવામાં ન આવતાં ચોમાસામાં પડેલ વરસાદના કારણે કાદવ કીચડ થતાં પસવાદળ ગામ તરફ આવેલા આઠ થી દશ ગામોના વાહનચાલકોના વાહનો કીચડમાં ફસાવવાના કારણે લોકો પરેશાન થઈ ઉઠતા કોન્ટ્રાકટર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ અંડરપાસનું કામ સત્વેરે પૂર્ણ કરવામાં નહિ આવે તો ગામલોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા ચીમકી આપી હોવાનું જાણવા મળે છે. પસવાદળ ગામે ચમત્કારિક વિરપાનાથ દાદા તેમજ ગૌતમી બ્રાહ્મણોની કુળદેવી શષ્ટાઅંબિકા માતાજીનું મંદિર આવેલું હોઈ અહીં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી યાત્રીઓ દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતાં હોય છે. જેથી આ અંડર પાસનું મંથરગતિએ ચાલતા કામને લઈ ભારે નારાજગી સાથે અંડરપાસનું કામ સત્વેરે પૂર્ણ કરવા માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.